1 કાળવ્રત્તાંત 18 : 1 (GUV)
દાઉદે પલિસ્તીઓને મારીને તેઓને વશ કર્યા, ને તેમના હાથમાંથી ગાથ તથા તેના કસબાઓ લઈ લીધાં.
1 કાળવ્રત્તાંત 18 : 2 (GUV)
વળી તેણે મોઆબને હરાવ્યો. મોઆબીઓ દાઉદના તાબેદાર થઈને તેને ખંડણી ભરવા લાગ્યા.
1 કાળવ્રત્તાંત 18 : 3 (GUV)
સોબાનો રાજા હદારએઝેર ફ્રાત નદી ઉપર પોતાનો જયસ્તંભ ઊભો કરવા માટે જતો હતો, તે વખતે દાઉદે તેને હમાથ આગળ હરાવ્યો.
1 કાળવ્રત્તાંત 18 : 4 (GUV)
દાઉદે તેની પાસેથી એક હજાર રથ, સાત હજાર સવારો તથા વીસ હજાર પાયદળ સિપાઈઓ લઈ લીધા. તેણે રથોના સર્વ ઘોડાઓની નસો કાપી નાખી, પણ તેઓમાંથી એકસો રથોને માટે જોઈતા ઘોડા રાખ્યા.
1 કાળવ્રત્તાંત 18 : 5 (GUV)
દમસ્કસના અરામીઓ સોબાના રાજા હદારએઝેરની મદદે આવ્યા, ત્યારે દાઉદે અરામાના બાવીસ હજાર પુરુષોને કતલ કર્યા.
1 કાળવ્રત્તાંત 18 : 6 (GUV)
પછી તેણે દમસ્કસના અરામીઓમાં થાણાં બેસાડ્યાં; અને અરામીઓ દાઉદના તાબેદાર થઈને ભેટો લાવ્યા. જ્યાં કહીં દાઉદ જતો ત્યાં યહોવા તેને જય અપાવતા.
1 કાળવ્રત્તાંત 18 : 7 (GUV)
હદારએઝેરના સેવકોએ સોનાની ઢાલો સજેલી હતી, તે લઈને દાઉદ યરુશાલેમમાં આવ્યો.
1 કાળવ્રત્તાંત 18 : 8 (GUV)
હદારએઝેરના ટિબ્હાથ તથા કૂન નગરોમાંથી તેણે પુષ્કળ પિત્તળ મેળવ્યું. સુલેમાને તે વડે પિત્તળનો હોજ, સ્તંભો તથા પિત્તળનાં વાસણો બનાવ્યાં.
1 કાળવ્રત્તાંત 18 : 9 (GUV)
જ્યારે હમાથના રાજા તોઉએ સાંભળ્યું કે દાઉદે સોબાના રાજા હદારએઝેરની સાથે યુદ્ધ કરીને તેને હરાવ્યો છે અને તેના સર્વ સૈન્યનો નાશ કર્યો છે,
1 કાળવ્રત્તાંત 18 : 10 (GUV)
ત્યારે તેણે પોતાના પુત્ર હદોરામને સોનારૂપા તથા પિત્તળનાં સર્વ જાતનાં વાસણો લઈને દાઉદ રાજાની પાસે તેને પ્રણામ કરવા તથા તેને ધન્યવાદ આપવા માટે મોકલ્યો; કેમ કે હદારએઝેરને તોઉની સાથે વિગ્રહ ચાલતો હતો.
1 કાળવ્રત્તાંત 18 : 11 (GUV)
વળી જે સોનુંરૂપું સર્વ પ્રજાઓ પાસેથી એટલે અદોમ પાસેથી, પલિસ્તીઓ પાસેથી તથા અમાલેક પાસેથી તે લાવ્યો હતો તેની સાથે એ પણ દાઉદ રાજાએ યહોવાને અર્પણ કર્યું.
1 કાળવ્રત્તાંત 18 : 12 (GUV)
વળી સરુયાના પુત્ર અબીશાયે મીઠાના નીચાણમાં અઢાર હજાર અદોમીઓને મારી નાખ્યા.
1 કાળવ્રત્તાંત 18 : 13 (GUV)
તેણે અદોમમાં થાણાં બેસાડ્યાં, અને સર્વ અદોમીઓ દાઉદના તબેદાર થયા. અને દાઉદ જ્યાં જ્યાં જતો ત્યાં ત્યાં યહોવા તેને જય અપાવતા.
1 કાળવ્રત્તાંત 18 : 14 (GUV)
દાઉદ આખા ઇઝરાયલ પર રાજ કરતો હતો. તે પોતાના સર્વ લોકનો ન્યાય કરીને તેમને ઇનસાફ આપતો હતો.
1 કાળવ્રત્તાંત 18 : 15 (GUV)
સરુયાનો પુત્ર યોઆબ સેનાપતિ હતો. અહિલુદનો પુત્ર યહોશાફાટ ઇતિહાસકાર હતો.
1 કાળવ્રત્તાંત 18 : 16 (GUV)
અહીટૂબનો પુત્ર સાદોક તથા અબ્યાથારનો પુત્ર અબિમેલેખ યાજકો હતા.શાવ્શા ચિટનીસ હતો.
1 કાળવ્રત્તાંત 18 : 17 (GUV)
યહોયાદાનો પુત્ર બનાયા કરેથીઓ ને પલેથીઓનો ઉપરી હતો. અને દાઉદના દીકરાઓ રાજાની હજૂરમાં મુખ્ય [અમલદારો] હતા.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17

BG:

Opacity:

Color:


Size:


Font: